• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

એસઆઈઆર ડ્રાફ્ટ યાદીમાં 1.2 કરોડ મતદારોએ દસ્તાવેજો દર્શાવવા પડશે

...નહિ તો મતદારયાદીમાંથી નામ બાકાત

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઈન્ટેન્શિવ રિવિઝન (એસઆઈઆર)ની ડ્રાફ્ટ યાદીમાંથી પહેલેથી જ બે કરોડ મતદારોને બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે તેમનાં ગણતરી ફૉર્મ્સ એકત્રિત કરવામાં આવ્યાં નથી. હવે ડ્રાફ્ટ યાદીમાં સ્થાન મેળવનારા 7.7 કરોડ મતદારોમાંથી બીજા 1.2 કરોડ મતદારોને વધારાના દસ્તાવેજો પૂરા પાડવાનો પડકાર છે જેમની ચકાસણી કરવામાં આવશે. આમ કરવામાં...