• રવિવાર, 14 એપ્રિલ, 2024

વેરા પ્રકરણ : કૉંગ્રેસને `હંગામી' રાહત

જુલાઈમાં થશે કાર્યવાહી : આઈટી

નવી દિલ્હી, તા. 1 : આવકવેરા નોટિસ પ્રકરણમાં કોંગ્રેસને હાલ પૂરતી રાહત મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કોંગ્રેસની 3500 કરોડની ટેક્સ ડિમાન્ડ સામેની અરજી પર સુનાવણી કરી. આવકવેરા વિભાગ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિભાગ કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં. વેરાતંત્રે કહ્યું કે, તે ચૂંટણી દરમ્યાન કોઈપણ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરવા માગતા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ