§ 17થી વધુ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર
નવી દિલ્હી, તા. 14 : હોળી
પહેલાં તપવા માંડેલા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં હોળીની જ્વાળાઓ
જેવી લૂથી જનજીવન લાલચોળ થઈ ઉઠયું હતું. ગુજરાત અને રાજસ્થાનના એક ડઝનથી વધારે શહેરમાં
ઉષ્ણતામાપક પારો 40 ડિગ્રીની પાર પહોંચી ગયો છે. અનેક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં
8.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું ચાલ્યું.....