• સોમવાર, 04 માર્ચ, 2024

અલ નીનો નબળું પડતાં આ વર્ષે ચોમાસું સારું રહેશે

નવી દિલ્હી, તા. 12 : ગુજરાતમાં ગરમી હજી આવી નથી પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભુક્કા બોલાવશે. ગુજરાતમાં ભીષણ ગરમી તોબા પોકારે છે. એપ્રિલ મહિનો આવે ત્યાં લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે ત્યારે 2024ની વરસાદની આગાહી પણ આવી ગઈ છે. વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાત્રીઓ આગાહી કરી રહ્યા છે. દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે, અલ નીનો નબળું પડી રહ્યું છે, તેથી વર્ષે ચોમાસું સારું રહેશે. 

એજન્સીએ આગાહી કરી હતી કે પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ નીનો નબળું પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા નીનોની સ્થિતિ રહેશે. જૂન-ઓગસ્ટથી લા નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે વર્ષે ચોમાસું સારું રહેશે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવનું કહેવું છે કે, જૂન-જુલાઈ સુધીમાં લા નીનોની સ્થિતિ પેદા થશે. વર્ષે જો અલનીનો ન્યુટ્રલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે. વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારું ચોમાસું જાય તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. 

અમેરિકાની નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને ગયાં અઠવાડિયે જણાવ્યું કે, એપ્રિલ-જૂન સુધીમાં અલ નીનો ઊગજઘ ન્યુટ્રલમાં બદલાવાની 79 ટકા સંભાવના છે. વધુમાં જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાના વિકાસની 55 ટકા શક્યતા છે. યુરોપિયન યુનિયનની કોપરનિક્સ 5 ક્લાયમેટ ચેન્જ સર્વિસે પણ અલ નીનોના નબળા પડવાની પુષ્ટિ કરી છે. ઈંખઉના વૈજ્ઞાનિક ડી શિવાનંદ પાઈએ કહ્યું કે, કેટલાક મોડલ લા નીનાનો સંકેત આપે છે જ્યારે કેટલાક ઊગજઘ ન્યુટ્રલની આગાહી કરી રહ્યા છે. અલ નીનો સમાપ્તની થવાની સંભાવના છે.