• રવિવાર, 28 એપ્રિલ, 2024

દરેક ભાષામાં આતંકવાદીનો અર્થ આતંકવાદી જ : વિદેશપ્રધાન

સિંગાપોરમાં ભારતીય સમુદાયને સંબોધન 

નવી દિલ્હી, તા. 25 : સિંગાપોરમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે દરેક ભાષામાં આતંકવાદીનો અર્થ આતંકવાદી થવો જોઈએ તેમ જણાવી ભારત તેના નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં રાખી આકરા નિર્ણયો લેવા માટે સક્ષમ છે. તે કોઈના દબાણમાં નહીં આવે તેમ કહ્યું હતું.

એક મીડિયા અહેવાલ અનુસાર, વિદેશ પ્રધાને કોઈ પણ દેશનું નામ લીધા વિના આતંકવાદનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કોઈ પણ ભાષામાં આતંકવાદીનો મતલબ થશે. તેથી આતંકવાદ જેવી કોઈ ચીજને કોઈએ પણ માફ કે બચાવ કરવો જોઈએ નહીં તેમ જણાવ્યું હતું.

ભારતીય સમુદાયને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ભારત પોતાના વિચારો મક્કમપણે જાહેર કરશે અને કોઈ વિકલ્પ પસંદ કરવો પડશે તો તે પોતાના નાગરિકોના કલ્યાણને પસંદ કરશે. આકરા નિર્ણય લેવા સક્ષમ છે. નવું ભારત કોઈના પણ દબાણમાં નહીં આવે. ભારત-સિંગાપોરના સંબંધો અંગે વાત કરતાં તેમણે નેતાજી સુભાષચંદ્રને પણ યાદ કર્યા હતા. સાથે ભારત વૈશ્વિક મિત્ર છે, તેની વૈશ્વિકીકરણની નીતિથી, ભારતના વિકાસથી સિંગાપોરને લાભ થયો છે તેમ જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું હતું.