• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભાજપનું કૉંગ્રેસ સામે હલ્લાબોલ

કંગના વિરુદ્ધ સુપ્રિયા શ્રીનેતની `અભદ્ર' પોસ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : બૉલીવૂડની અભિનેત્રી અને હિમાચલ પ્રદેશમાં લોકસભાની મંડી બેઠકના ઉમેદવાર કંગના રાણાવત અંગે કૉંગ્રેસના નેતા સુપ્રિયા  શ્રીનેતએ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ મૂકી હતી તેથી ભાજપએ બાબતે આક્રમક વલણ અપનાવતાં સુપ્રિયા શ્રીનેતએ પોતાનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હેક થયું હોવાની સ્પષ્ટતા કરી છે.

સુપ્રિયા  શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી બૉલીવૂડની અભિનેત્રી અને લોકસભાની મંડી બેઠકના ભાજપના ઉમેદવાર કંગના રાણાવતની વાંધાજનક તસવીર અને અપમાનજનક ટિપ્પણ કરવામાં આવી હતી. તસવીરની પોસ્ટ પછી ઊહાપોહ મચી ગયો હતો અને ભાજપ આક્રમક થઈ ગયો હતો. વિવાદ વધતાં સુપ્રિયા  શ્રીનેતએ ચોખવટ કરી હતી કે સોશિયલ મીડિયા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) હેક થયા છે. પોતે એક મહિલા વિરુદ્ધ પ્રકારની અપમાનજનક પોસ્ટ ક્યારેય મૂકી શકે.

કંગનાની તસવીર અંગે સુપ્રિયા શ્રીનેતએ સ્પષ્ટતા કરતાં વધુમાં જણાવ્યું હતું કે મારા મેટા એકાઉન્ટ (ફેસ બુક અને ઇન્સ્ટા) સુધી પહોંચ ધરાવતા કોઈ વ્યક્તિએ અતિશય ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ મૂકી હતી. તેને હટાવી દેવામાં આવી છે. જેઓ મને ઓળખે છે તેઓ જાણે છે કે હું મહિલાઓ અંગે ક્યારેય પ્રકારની પોસ્ટ મૂકી શકું નહીં. મને હમણાં માહિતી મળી છે કે એક પેરોડી એકાઉન્ટ મારા નામનો દુરુપયોગ કરીને ટ્વીટર ઉપર ચલાવવામાં આવતું હતું. તેના કારણે `રમત' રમાઈ ગઈ છે અને તે અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી રહી છે.

કંગના રાણાવતે આકરી ટીકા કરતાં સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે એક કલાકાર તરીકે મારી ફિલ્મી કારકિર્દીમાં ગત બે દાયકામાં મહિલાઓની વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી છે. `ક્વીન'માં મેં ભોળી યુવતીની, `ધાકડ'માં આકર્ષક જાસૂસની, `મણિકર્ણિકા'માં દેવીની, `ચંદ્રમુખી'માં રાક્ષસીની અને `રજજો'માં રૂપજીવીનીની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વાગ્રહના બંધનોથી મુક્ત કરવા જોઈએ. તેઓના શરીરના અવયવોની જીજ્ઞાસાથી ઉપર ઉઠવું જોઈએ. પ્રત્યેક મહિલા પોતાની ગરિમા માટે હકદાર છે એમ અંગના રાણાવતે ઉમેર્યું હતું.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સુપ્રિયા  શ્રીનેતની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. પૂનાવાલાએ કહ્યું છે કે મંડીની બેઠક ઉપર ચૂંટણી લડી રહેલાં કંગના રાણાવત અંગે સુપ્રિયા  શ્રીનેતએ વાંધાજનક અને ઘૃણાસ્પદ ટિપ્પણ અને પોસ્ટરની પોસ્ટ મૂકી છે.