ક્રૂડતેલના ભાવમાં વધારો, બોન્ડની યીલ્ડમાં વૃદ્ધિથી પ્રચંડ વેચવાલી
મુંબઈ, તા. 24 (એજન્સીસ)
: અમેરિકી બેન્ચ માર્ક ટ્રેઝરી યીલ્ડ 2007 બાદ સર્વોચ્ચ સ્તરે પહોંચતા અને ક્રૂડતેલના
ભાવ ઊછળીને પ્રતિ બેરલ 100 ડૉલરની પાર જતા શૅરબજારમાં ગુરુવારે સેન્સેક્ષ અને નિફ્ટીમાં
1.5 ટકાનો જબ્બર ઘટાડો થયો હતો. બૅન્ક અને એનબીએફસી શૅર્સમાં વેચવાલી જોવા મળી હતી,
જ્યારે વૈશ્વિક બજારના નબળા પ્રવાહે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હતી.