નવી દિલ્હી, તા. 24 : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દુનિયાને મોટું એલર્ટ આપતાં દાવો કર્યો છે કે, રશિયા, યુક્રેન સામે ચાલી રહેલાં યુદ્ધમાં ભારત સહિત 47 અલગ-અલગ દેશોના નાગરિકોનો ઉપયોગ મહોરા તરીકે કરી રહ્યું છે. તેમણે સીધી રીતે આ દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને તેમને આ ખતરનાક સંઘર્ષનો હિસ્સો બનતા અટકાવે. યુક્રેની પ્રમુખે જણાવ્યું કે,....