• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

અદાણી ગ્રુપ પશ્ચિમ બંગાળમાં રૂ. એક લાખ કરોડનું રોકાણ કરશે

કોલકાતા, તા. 24 (એજન્સીસ) : અદાણી ગ્રુપે ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં પોર્ટસ, લોજીસ્ટીકસ, એનર્જી, રોડ, ગ્રીન સિમેન્ટ અને ડેટા સેન્ટર્સમાં 2035 સુધીમાં રૂ.એક લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ રાજ્યને પોતાના ગ્રુપ માટે `પૂર્વમાં કર્મભૂમિ' તરીકે વર્ણવ્યું હતું. અદાણી ગ્રુપમાં અમે જે કંઇ કરીએ છીએ તેના કેંદ્રમાં ઇન્ફાસ્ટ્રાક્ચર છે અને દેશમાં પશ્ચિમ બંગાળ ભૌગોલિક, બુદ્ધિપ્રતિભા અને આર્થિક ક્ષમતાનો અભૂતપૂર્વ સમન્વય ધરાવે છે, એમ અદાણીએ જણાવ્યું હતું.