અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 : સોના ચાંદીના ભાવમાં ફરીથી તેજી થઇ ગઇ છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલી કટોકટીને લીધે ક્રૂડ તેલના ભાવ ગઇકાલે ખાસ્સા ઉંચકાયા હતા. જોકે ટ્રમ્પ દ્વારા એવું નિવેદન આવ્યું કે, ઇરાનનો મુદ્દો ટૂંકમાં ઉકેલાઇ જશે. નિવેદનની અસરથી ક્રૂડ તેલ પટકાઇ ગયું અને ફુગાવો વધી જવાની દહેશત ઓછી થઇ જતા સોના ચાંદી વધી