• રવિવાર, 14 એપ્રિલ, 2024

`ધ બુલ' ફિલ્મમાંથી સલમાન ખાન બહાર  

બૉલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ગયા વર્ષે તેની ફિલ્મ ટાઈગર થ્રીના પ્રચાર દરમિયાન તે કરણ જોહરની બુલ ફિલ્મ કરી રહ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેણે ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં ફિલ્મના મુહૂર્તમાં પણ ભાગ લીધો હતો. જોકે, હવે સલમાને ફિલ્મમાંથી એક્ઝિટ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. વિષ્ણુવર્ધનના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મથી પચ્ચીસ વર્ષ બાદ કરણ અને સલમાન ફરી એકવાર સાથે કામ કરવાના હતા. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ થવાનું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ