અભિનેતા આમિર ખાન હાલમાં જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી સતીશાચાર્ય મહારાજને મળ્યો હતો. તેમની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આમિર આગામી ફિલ્મની તૈયારીના ભાગરૂપે તેમને મળ્યો કે અમસ્તા જ મુલાકાત લીધી તેની અટકળો થઈ રહી છે. મહારાજે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પણ મુલાકાત લીધી હતી. જગદ્ગુરુ સતીશાચાર્ય મહારાજની ટીમે આમિર સાથેની મુલાકાતની તસવીરો અને રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર મૂકી કેપ્શનમાં લખ્યું - અધ્યાત્મ અને સિનેમાજગતની બે મુખ્ય હસ્તીઓનું