ઊર્જા સુરક્ષા સાથે સમજૂતી નહીં : અમેરિકાને સ્પષ્ટ સંદેશ
નવી દિલ્હી, તા. 18
: રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદનારા દેશો ઉપર સકંજો કસવા માટે અમેરિકી સંસદમાંથી
પસાર કરવામાં આવેલા નવા કાયદા ઉપર ભારતે વોશિંગ્ટનને આકરો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે 1.4 અબજ દેશવાસીઓની ઊર્જા સુરક્ષા સાથે કોઈપણ જાતની સમજૂતી
કરવામાં આવશે નહીં. આ સાથે ચેતવણી આપી છે કે જો અમેરિકાએ ટેરિફ જેવા પગલા ભર્યા તો
તેની અસર આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર ઉપર થશે અને ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ઉપર
પણ પ્રભાવ જોવા મળશે.