• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

અફઘાનિસ્તાનમાં સૂકામેવાના ભાવ ઘટયા

અમારા પ્રતિનિધિ તરફથી

કંધાર, તા. 18 : અફઘાનિસ્તાનના કંધારમાં સૂકામેવાના નવા પાકનો આરંભ થયો છે. તેમાં કિસમિસ, અંજીર અને પીળી કિસમિસના ભાવ ઘટયા છે. વેપારીઓના જણાવવા મુજબ માલની યાતાયાત બંધ હોવાથી નિકાસ પ્રભાવિત થઈ છે. વૈકલ્પિક માર્ગ નહીં હોવાથી ભાવ હજી પણ ઘટવાની ધારણા વ્યક્ત કરાઈ છે. કંધારમાં સૂકામેવાનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. માલની રવાનગીમાં અવરોધ હોવાથી સ્થાનિક બજારમાં માલ વધી જતાં ભાવ દબાયા છે, એમ વેપારીઓનું જણાવવું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ