• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

અૉસ્કાર 2027માં ભારત તરફથી મરાઠી ફિલ્મ `ગોંધળ'

અૉસ્કરા 2027માં ભારત તરફથી સત્તાવાર રીતે મરાઠી ફિલ્મ ગોંધળ જશે. ફિલ્મ ફેડરરેશન અૉફ ઇન્ડિયાએ ગોંધળને ભારતની સત્તાવાર ઍન્ટ્રી તરીકે પસંદ કરી છે. આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નોંધનીય છે કે અલગઅલગ ભાષામાં બનેલી 33 ફિલ્મોએ અૉસ્કાર માટે રજૂઆત કરી હતી. આમાં 14 હિન્દી, મરાઠી, તેલુગુ, ગુજરાતીની ચાર-ચાર ફિલ્મો, તામિલની ત્રણ, મલયાલમ અને નાગામી ભાષાની એક-એક ફિલ્મ હતી. આ તમામ ફિલ્મોની સ્પર્ધામાં ગોંધળ અગ્રેસર રહી.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ