• સોમવાર, 04 માર્ચ, 2024

અનન્યા પાંડેના કઝીનને આદિત્ય ચોપરા આપશે બ્રેક  

આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સના આગામી પ્રોજેક્ટ માટે અભિનેત્રી અનન્યા પાંડેના કઝીન ભાઈ આહાન પાંડેની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. યંગ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરી કરવાના છે. કહેવાઈ રહ્યું છે કે આદિત્ય ચોપરા આહાનને પર્સનલી ટ્રેનિંગ આપી રહ્યા છે. જોકે, ફિલ્મ વિશે વધુ માહિતી મળી નથી. ફિલ્મથી આહાન પાંડેને બૉલીવૂડમાં મોટો બ્રેક મળશે. હાલમાં આહાન મોહિત સુરીના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે, જેથી તેમની કામ કરવાની રીત સમજી શકે.

નોંધનીય છે કે યશરાજ ફિલ્મ્સ સાથે મોહિત સુરીએ એક વિલેન અને આશિકી ટુ જેવી રોમાન્ટિક ફિલ્મેમાં કામ કર્યું છે. બંને ફિલ્મોએ બૉક્સઅૉફિસ પર ધૂમ મચાવી હતી.