• ગુરુવાર, 19 માર્ચ, 2026

કાલુપુરમાં રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો ખાખ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : અમદાવાદના પાંચકુવા નજીક રેવડી બજાર સ્થિત સિંધી માર્કેટમાં બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. એક બાદ એક 30થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદના કોટ વિસ્તાર તરીકે ઓળખાતા અને વેપાર ધંધાથી ધમધમતા કાલુપુરના ગીચ વિસ્તારમાં કાપડની દુકાનોમાં આગ લાગી….