વિસર્જિત કરાયેલી ગણેશમૂર્તિ ખાડીમાં ફેંકાવી : કૃત્રિમ તળાવોનો લાખોનો ખર્ચ પાણીમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મીરા ભાયંદર પરિસરના ઘોડબંદરના રેતીબંદરનો એક વીડિયો આજે વાયરલ થયો હતો, જેમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ ગણપતિ બાપ્પાની વિસર્જિત કરાયેલી મૂર્તિઓ ખાડીમાં ફેંકતા હોવાનું જણાઈ આવ્યું હતું. પાલિકાના આ કૃત્યથી બૉમ્બે હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હોવાની સાથે ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે. પાલિકા આ ઘટનાના માધ્યમથી કાયદો અને વ્યવસ્થા ખરાબ કરવાનો પ્રયાસ હોવાનો આરોપ થઈ રહ્યો છે. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચ કુદરતી જળાશયોમાંથી પાણી ખેંચી કૃત્રિમ તળાવો ઉભા કર્યા છે. આવા તળાવમાં