• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ડુંગર પરથી કાર રેલવેના પાટા પર પટકાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : નવી મુંબઈમાં આવેલી પારસિક હિલ પરથી ગઈ કાલે રાત્રે સાડાત્રણ વાગ્યે એક કાર રેલવેના પાટા પર પટકાવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો તેમ જ કાર પાટા પર આવી જતાં પનવેલ ઉરણ અપ અને ડાઉન લાઈનનો ટ્રેનવ્યવહાર કેટલાક સમય માટે ઠપ થઈ ગયો હતો. નવી મુંબઈ ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમે કારને પાટા પરથી હટાવી હતી.