ભીવંડી, તા. 7 : મહારાષ્ટ્રના ભીવંડી તાલુકાના સરવલી વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ ડાઇંગ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ગંભીર હતી કે કંપનીનો પહેલો અને બીજો માળ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયો અને આખી કંપની બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીમાં કાપડનો મોટો સ્ટોક હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભીવંડી, કલ્યાણ, ઉલ્હાસનગર અને થાણેની ફાયર બ્રિગેડની ગાડીઓ….