રૂા. 10.94 કરોડની જમીન માલિક અને ભાડૂત ગેરેજ વચ્ચે સમાન વહેંચણી કરાશે
મુંબઈ, તા. 4 : પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ માટે સંપાદિત કરેલી જમીનના વળતર પેટે મળેલી રૂા. 10.94 કરોડની રકમ જમીનમાલિક અને તેમના દીર્ઘકાળના ભાડૂત `સદાનંદ ગૅરેજ' વચ્ચે સમાન ભાગે વહેંચી દેવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે આપ્યો હતો. ભાવિકો માટે વેઈટિંગ રૂમ અને ભક્તિ નિવાસ બાંધવા માટે રાજ્ય સરકારે આ જમીન સંપાદિત કરી હતી. ન્યાયાધીશ અમિત બોરકરની.......