મુંબઈ, તા. 26 : પાલઘર જિલ્લામાં બનાવટી કોલ સેન્ટર શરૂ કરીને વિદેશી નાગરિકો સાથે છેતરાપિંડી આચરતી ટોળીનો પોલીસે પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. વિક્રમગડ તાલુકાના ભોપોલી ગામ સ્થિત એક બંગલામાંથી આ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભોપોલી ગામના બંગલા પર દરોડો પાડીને ત્યાં હાજર સાત શખસોને......