શમા પરવીન નામની કન્યાને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે પકડી પાડી છે તેની સાથે જ અનેક રહસ્યો ખૂલી રહ્યાં છે. આતંકવાદી પ્રવૃત્તિ, હિંસાનો વેપાર ફક્ત ‘તે વર્ગના પુરુષોનો ઈજારો નથી’ તેવું વધુ એકવાર સાબિત થયું છે. છેલ્લા બે દાયકામાં આ ત્રીજી ત્રી છે જે આતંકવાદીના ફક્ત જૂથમાં છે. ધર્માંધતામાં ઓતપ્રોત આ લોકો માનવીય મૂલ્યો, માનવતાના વિરોધી છે તે તો જૂની વાત છે પરંતુ જે રીતે તેમની દુર્વૃત્તિ વિસ્તરી રહી છે તે વૈશ્વિક ચિંતાનો વિષય છે. ભારત વર્ષોથી આ લડાઈ લડે છે.
પડોશી દેશ, આમ તો અહીંથી જ અલગ થયેલો એક ભૂખંડ પાકિસ્તાન
આતંકવાદીઓનું ઉદ્ભવસ્થાન અને આશ્રયસ્થાન છે તે જગજાણીતી વાત છે. ભારત તેનો સૌથી વધારે
ભોગ બન્યો છે. અત્યારે પણ સંસદમાં અૉપરેશન સિંદૂર ઉપર જ ઘમસાણ ચાલી રહ્યું છે. વિશ્વસ્તરે
ચીન સહિતના દેશોની હાજરીમાં જ્યાં ભારત આતંકવાદને સત્તાવાર રીતે પડકારી ચૂક્યું છે,
પાકિસ્તાનની મુરાદ ખુલ્લી પડી ગઈ છે ત્યારે જ એક યુવતી, નામે શમા પરવીન પકડાઈ છે તે
સંયોગ છે અને ભારતે વિશ્વમંચ ઉપર કરેલી વાત ખોટી નથી તેનો વધુ એક સજ્જડ પુરાવો છે.
23મી જુલાઈ, 2025ના દિવસે અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડામાંથી એટીએસએ ચાર આતંકવાદી ઝડપ્યા તેમની પૂછપરછમાં શમા પરવીનનું
નામ ખૂલ્યું હતું.
શમા પરવીન આતંકનો આધુનિક ચહેરો કે તબક્કો નથી. આ પૂર્વે
2004માં ઈશરત જહાંનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. સુમેરા મલેક પણ આ શ્રેણીનું નામ છે.
જેહાદથી યુવાનોના બ્રેઈનવોશ થાય છે, ઇસ્લામિક આતંકવાદ વિશ્વની મહાસત્તાઓ સામે પણ મોં
ફાડીને ઊભેલી સમસ્યા છે, તેનો ભોગ મોટા દેશો બન્યા પણ છે. યુનાઈટેડ કિંગડમમાં તો તેનું
પ્રમાણ આગામી દિવસોમાં વધશે તેવી ધારણા પણ માંડવામાં આવે છે. આ નવી વાત નથી પરંતુ હવે
ત્રીઓ પણ આ કામમાં સક્રિય છે. સામાન્ય રીતે મહિલાઓની સંવેદના વધારે હોય છે અને હિંસક
પ્રવૃત્તિમાં તેમની સંડોવણી પુરુષની સરખામણીએ ઓછી. આતંકવાદી પ્રવૃત્તિ તો સૌથી મોટી
હિંસક બાબત છે તેમાં પણ યુવતીઓ-ત્રીઓનું પ્રમાણ વધી રહ્યું છે. શમા કે સુમેરાના ચહેરા
ઢંકાયેલા હોય પરંતુ આતંકવાદ ફેલાવનારાના ઈરાદાઓ ઉપરથી નકાબ હટી રહ્યો છે. હવે જનાનાઓ
પણ અહીં સક્રિય છે.