• રવિવાર, 02 નવેમ્બર, 2025

શેરી શ્વાનોના મુદ્દે કોર્ટનું સન્માન નથી જળવાયું...

સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજરીની રાજ્યોના મુખ્ય સચિવોની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી, તા. 31 : રઝળતા કૂતરાઓનાં મામલે રાજ્યોનાં મુખ્ય સચિવો વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન હાજર થાય તેવી મંજૂરી આપવા અનુરોધ કરતી સોલિસિટર જનરલ તુષાર મહેતાની અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને આ મુદ્દે જવાબ આપવા માટે તમામ મુખ્ય સચિવો કોર્ટમાં રૂબરૂ હાજર થાય તેનાં માટે કોર્ટે આગ્રહ રાખ્યો….