• રવિવાર, 02 નવેમ્બર, 2025

અમેરિકાએ ટેરિફ વૉરનાં શસ્ત્રો હેઠાં મૂકતાં ક્રૂડ અૉઈલ ત્રીજા મહિને ઘટયું

ઇન્ડિયન અૉઇલ કૉર્પો. દ્વારા અમેરિકાથી 240 લાખ બેરલના આયાત અૉર્ડર : ભારતનો દૈનિક ક્રૂડ અૉઈલ વપરાશ સરેરાશ 60 લાખ બેરલનો થશે

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 31 : ચીન સામે અમેરિકાએ ટેરિફ વૉરનાં શસ્ત્રો હેઠાં મૂક્યાંની જાહેરાત ગુરુવારે દક્ષિણ કોરિયામાં ચીનના પ્રમુખ શી-જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પછી કરી. રોકાણકારોએ આ ઘટનાને યુદ્ધવિરામ ગણાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અણુ-શસ્ત્રોની ચકાસણીમાં પ્રવૃત્ત થવાની તૈયારી દાખવ્યા પછી, ક્રૂડ અૉઈલ બજારમાં….