• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

બ્રહ્માંડના સૌથી માયાવી કણ ન્યૂટ્રિનોની શોધ કરનારા વિજ્ઞાનીને ભૌતિકશાત્રનું નોબેલ

દક્ષિણ ધ્રુવમાં સેન્સર્સની મદદથી બ્રહ્માંડમાં થતી ઊર્જાસભર પ્રક્રિયાઓનો અભ્યાસ શક્ય 

નવી દિલ્હી, તા.6: બ્રહ્માંડનાં સૌથી માયાવી કણ ન્યૂટ્રિનોની શોધ કરનાર વિજ્ઞાનીને ભૌતિકશાત્રનાં નોબેલ પારિતોષિકનું એલાન કરવામાં આવ્યું છે. રોયલ સ્વીડિશ એકેડેમી અૉફ સાયન્સિસે 2026નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝનને આપવાનો નિર્ણય કર્યો છે. તેમને આ સન્માન આઇસક્યુબ ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરીમાં તેમના યોગદાન અને ખગોળીય મૂળના હાઈ-એનર્જી ન્યુટ્રિનોની શોધ માટે આપવામાં આવ્યું છે. હાલ્ઝને સમજ્યું હતું કે દક્ષિણ ધ્રુવની બરફનો ઉપયોગ ન્યુટ્રિનો નામના કણોને ટ્રેક કરવા માટે કરી શકાય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ