અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય માનવ રંગોળીની રચના
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં પચીસ ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે `સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત `સેવાના રંગો, રાષ્ટ્રના સંગ' સંદેશ સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી ભવ્ય માનવ આકૃતિ (રંગોળી)ના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,....