• સોમવાર, 04 માર્ચ, 2024

2024માં કૉંગ્રેસ સાફ થઈ જશે : મોદી  

મધ્યપ્રદેશના ઝાબુઓમાં વડા પ્રધાનની જનસભા, વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી, તા.11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઓમાં જનસભા સંબોધતાં કોંગ્રેસ પર નિશાનો સાધ્યો અને કહ્યં કે વિતેલા વર્ષોમાં મધ્યપ્રદેશે બે અલગ અલગ દૌર જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો દૌર અને બીજો કોંગ્રેસના જમાનાનો કાળો દૌર. ઓછી ઉંમરના યુવાઓને કદાચ યાદ પણ નહીં હોય. આજે વિકાસના રસ્તે ઝડપથી દોડી રહેલું મધ્યપ્રદેશ એક સમયે સૌથી બીમાર રાજ્ય ગણાતું હતું. 2023ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસની છુટ્ટી કરી નાખી અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેને સાફ કરી નાખશે.

વડાપ્રધાન મોદીએ ઝાબુઓમાં 7550 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે આહાર અનુદાન યોજના હેઠળ આશરે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ કર્યુ હતું. દરમિયાન જનસભા સંબોધતાં કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યં કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે. વધુમાં તેમણે કહ્યં કે લૂંટ અને ફૂટ કોંગ્રેસનું ઓક્સિજન રહ્યં છે. કોંગ્રેસ હવે પોતાના પાપોના દલદલમાં ફસાઈ ચૂકી છે. તે જેટલા બહાર નીકળવાનો પ્રયાસ કરશે એટલી ધસશે. વખતે ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણીમાં 370ને પાર જશે તેવો દાવો કર્યો હતો.