નિફ્ટીએ સાપ્તાહિક ધોરણે 23,000નું બૉટમ જાળવ્યું, ક્રૂડ-ગૅસ અને ડૉલરની મૂવમેન્ટ પર માર્કેટનો ટ્રેન્ડ નિર્ભર
વાણિજ્ય પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : યુદ્ધના માહોલ વચ્ચે ક્રૂડ અૉઇલનો કકળાટ અને ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ગબડી
રહેલો રૂપિયો ભારતીય શૅર માર્કેટને ડરાવી રહ્યાં છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રાડિંગ
દિવસે શૅરબજાર વધીને બંધ થયું. 30 શૅરોવાળો સેન્સેક્ષ 325.72 પૉઈન્ટ એટલે 0.44 ટકા
વધીને 74,532.96 પર બંધ હતો. 50 શૅરોવાળો નિફ્ટી....