• શનિવાર, 27 એપ્રિલ, 2024

ચૂંટણી પહેલાં જ મહાવિકાસ આઘાડી વેર-વિખેર  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : શિવસેના (ઠાકરે) દ્વારા સાંગલી અને વાયવ્ય મુંબઈ સહિત 17 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેરાત કરાતા કૉંગ્રેસએ નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પણ અંગે નાપસંદગી વ્યક્ત કરીને ઉદ્ધવ ઠાકરેને `ગઠબંધન ધર્મ' પાળવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક માસથી `મહાવિકાસ આઘાડી' સાથે સમજૂતી કરવાની વેતરણ કરી રહેલા પ્રકાશ આંબેડકરે પણ વંચિત બહુજન આઘાડીના નવ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ `મહાવિકાસ આઘાડી'માં `િબગાડી' થઈ છે. તેમાંથી એક પછી એક નેતા અને પક્ષો અલગ થતાં `મહાવિકાસ આઘાડી' વેરવિખેર થઈ રહી છે. ઉદ્ધવ સેનાએ ઉમેદવારોના નામ જાહેર કરવા સાથે મહાવિકાસ આઘાડીનો બહુ ગાજેલો શંભુમેળો ચૂંટણી પહેલાં વેર-વિખેર થતો દેખાઈ રહ્યો છે.