મુંબઈ, તા. 6 : ચોરાયેલા કે ગાયબ થયેલા મોબાઈલ અને કિંમતી ચીજવસ્તુઓ પરત મળવાની આશા છોડી ચૂકેલા નાગરિકોને મુંબઈ પોલીસે મોટી રાહત આપી છે. મુંબઈ પોલીસ દળના દક્ષિણ પ્રાદેશિક વિભાગ-1 અંતર્ગત ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશમાં પોલીસે 238 મોબાઈલ, 19 મોટરસાઇકલ અને અન્ય કિંમતી સામાન સહિત કુલ 2 કરોડ 31 લાખ 51 હજાર 287 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઈવ, આઝાદ મેદાન, માતા રમાબાઈ આંબેડકર માર્ગ, ડુંગરી અને સર.....