મુંબઈ, તા. 12 : મલાડ (પશ્ચિમ)ના માલવણીમાં ફટાકડા ભરેલી દુકાનમાં આગ લાગ્યા બાદ થયેલા ધડાકામાં દુકાનનો સ્લેબ તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં 16 વર્ષના શહનવાઝ નિયાઝ ખાનનું મૃત્યુ થયું છે. શહનવાઝને બહાર કાઢયા બાદ કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર પહેલાં જ તેનું.....