• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મુંબઈ અને મરાઠી માણૂસનું ભાવિ ઉજ્જવળ છે

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો `મુંબઈ અને મરાઠી માણૂસ'નો જ રાખવાના પ્રયાસ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા થયા છે તે કારગત નીવડશે ખરા? મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રચારના આખરી દિવસે ઠાકરે બંધુઓના પ્રચારને રદિયો આપીને કહ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં જ છે અને રહેશે, ખૂંચવાઈ જવાનો પ્રશ્ન જ નથી. મરાઠી માણૂસનું ભાવિ પણ ઉજ્જવળ છે. ઠાકરે બંધુઓને પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા છે, મુંબઈના ભવિષ્યની નહીં એમ કહીને મુખ્ય પ્રધાને મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ઠાકરે બંધુઓએ પ્રચાર દરમિયાન એવો આક્ષેપ કર્યો છે કે મુંબઈને બચાવવાનો આખરી પ્રયાસ છે. આ વખતે ચૂંટણીમાં લોકોએ મહારાષ્ટ્રથી મુંબઈને અલગ કરવાના કાવતરાંનો વિરોધ કરવાનો અવસર છે! ઉદ્ધવ ઠાકરેએ મુંબઈને બચાવવાનું કહ્યું છે અને રાજ ઠાકરેએ મરાઠી માણૂસને બચાવવાની વાત કરી છે. વાસ્તવમાં મુંબઈને કોઈ ખૂંચવી કે ઝૂંટવી - લૂંટી જવાનું નથી. મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્થાપના આસાન નહોતી પણ આખરે જનતાની લાગણી સામે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ ઝૂકયા હતા. હવે ઇતિહાસ - અને ભૂગોળ બદલાય તેવી શક્યતા નથી. આવા પ્રયાસ કે સ્વપ્ન પણ નથી. સ્વપ્ન એક જ છે અને એક જ હોય - મહાનગર મુંબઈ વધુને વધુ વિકસે. સિંગાપોર અને શાંઘાઈ બનાવવાનાં વચન ભુલાયાં છે - સ્વપ્નો સાકાર થયાં નથી. હવે સહકાર અને સહયોગથી મુંબઈનો વિકાસ ગતિશીલ બની રહ્યો છે.

મરાઠી માણૂસનું ભવિષ્ય ઉજ્જવળ છે. મહાનગરના વિકાસમાં મરાઠી માણૂસનું યોગદાન છે, શ્રમદાન છે અને વિકાસમાં ભાગીદારી છે તેથી લાભાર્થી પણ છે જ. સત્તા મેળવવા માટે કુપ્રચારથી મતદારોને ઉશ્કેરવામાં મુંબઈ કે મરાઠી માણૂસનું ભલું નથી અને પ્રચારકોનો ભલીવાર પણ નથી. ઉદ્યોગો અને ઔદ્યોગિકીકરણ વિના વિકાસ અને સમૃદ્ધિ શક્ય બને નહીં અને ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો - ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવું અનિવાર્ય છે: આ દિશામાં મુંબઈમાં જે પરિવર્તન થયું છે, થઈ રહ્યું છે તે મહત્ત્વનું છે.

ઠાકરે પરિવારે અદાણી જૂથ સામે આંગળી ચીંધી છે! પણ દેવેન્દ્ર ફડણવીસે યોગ્ય જવાબ આપી દીધો છે કે ભાજપ સિવાયની અન્ય રાજ્ય સરકારો ઔદ્યોગિક વિકાસ માટે અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણી તથા અન્ય અધિકારીઓ સાથે સમજૂતી -ખઘઞ ઉપર સહી-સિક્કા કરવા લાઇન લગાડીને ઊભી હતી તેવા ફોટા જનતાને બતાવ્યા! રાજ ઠાકરે અદાણી ગ્રુપની ટીકા કરે છે પણ 2014થી અત્યાર સુધીમાં ઉદ્યોગ - પ્રોત્સાહક નીતિના કારણે ભારતના અર્થતંત્રે હરણફાળ ભરી છે અને ઔદ્યોગિક ગ્રુપો પણ વિકસ્યાં છે. ધારાવીનો વિકાસ તથા નવા ઍરપોર્ટ અંગે ખોટો પ્રચાર જ થાય છે. હકીકતમાં 1988માં નવી મુંબઈ ઍરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ હતો જેનો અમલ મહાયુતિ સરકારે પાંચ વર્ષમાં કરી બતાવ્યો છે.

એકનાથ શિંદે કહે છે કે અદાણીનો જાહેરમાં વિરોધ કરનારા ઠાકરે પરિવાર એમને ઘરે બોલાવીને મહેમાનગતિ - આગતા સ્વાગતા કરે છે...