પાલિકાની ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં છે, જેમાં ભાજપ અને બંને શિવસેના માટે ફાયદો અને નફામાં નુકસાન જેવું ચિત્ર ઉપસ્યું છે. શિંદેનું વજન ધાર્યા પ્રમાણે વધ્યું નથી, તો મુંબઈમાં બળાબળ બાબતે તેમનાં લક્ષણ પારણામાં પરખાયાં છે. ઉદ્ધવસેનાને બેઠકોનું નુકસાન થયું છે, પણ એ ભારેખમ નથી ચૂંટણી પ્રચાર દરમિયાન ઘોષણાપત્રોમાં ઘણાં વચનોની લહાણી થઈ છે તેના અમલની પ્રક્રિયા હવે શરૂ થવી જોઈએ.
પ્રચાર દરમિયાન ઠાકરે બંધુઓએ મુંબઈને અને મરાઠી માણૂસને
‘બચાવવા’ની હાકલ કરી હતી પણ મુંબઈના તમામ રહેવાસીઓને મુંબઈના
વિકાસની ખેવના છે. સામાજિક એકતા ખપે છે તેથી જવાબ આપ્યો છે કે મુંબઈ અને મરાઠી માણૂસ
પણ સલામત છે. શાંતિ અને સમજૂતી - રાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો સહયોગ જરૂરી - અનિવાર્ય
હોવાનું મુંબઈ જાણે છે અને કહે છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિકાસ ઉપર ભાર મૂક્યો
અને ભાષાવાદ, કોમવાદના પ્રતિકારમાં હિન્દુત્વ તથા મરાઠી હિન્દુ મેયર બનશે - એવો જવાબ
આપીને સફળ થયા છે.
મૂળ શિવસેનામાં ભંગાણ પડÎા પછી નામ-િનશાન એકનાથ શિંદેની
સેનાને મળ્યું તે પછી આ મહત્ત્વની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે માટે અગ્નિપરીક્ષા
જેવી કસોટી હતી. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ મુંબઈમાં શિંદેસેના કરતાં વધુ-ડબલ બેઠકો મેળવીને
‘ગઢ’ જાળવ્યો છે. મરાઠી માણૂસની વફાદારી સેન્ટ્રલ મુંબઈમાં
કસોટીની એરણ ઉપર હતી. આ વિસ્તારમાં લોકસભા તથા વિધાનસભાની એક પણ બેઠક ગુમાવી નથી. એવા
આ અજેય ગઢ વરલી, શિવડી અને દાદરથી માહિમ સુધીના વિસ્તારમાં મૂળ શિવસેના અને મનસેના
સુધરાઈ - સભ્યો પક્ષત્યાગ-પલટો કરીને શિંદેસેના તથા ભાજપમાં જોડાયા હતા પણ આદિત્ય ઉદ્ધવ
ઠાકરેનો ગઢ સલામત રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા પછી મરાઠી
માણૂસને મનાવી લીધા છે. આ સમજૂતીના પરિણામે ઉદ્ધવ ઠાકરે મુંબઈ ઉપર બાળાસાહેબના નામે
ઝંડો ફરકાવી શક્યા છે. એકનાથ શિંદે મુંબઈ માટે ‘નવા’ હોવા
છતાં એમણે પચીસથી વધુ બેઠકો મેળવી છે. અલબત્ત, એમણે મરાઠી મત તો મેળવ્યા છે. 2017માં
સંયુક્ત શિવસેનાએ 84 બેઠકો મેળવી હતી. હવે 2026માં શિવસેનાના બંને ઘટકોની મળીને બેઠકોની
સંખ્યા વધી છે, તે જોતાં ‘િશવસેના’ માટે ગઢ આલા પણ સિંહ (સત્તા)
ગેલા જેવી સ્થિતિ છે. શિંદેસેનાએ મુંબઈનાં ‘ઉપનગર શહેરો - કલ્યાણ-ડોમ્બિવલી, થાણે વગેરેમાં
સારી બેઠકો મેળવી છે તેથી શિંદેસેનાના ભવિષ્યનો ખતરો નથી છતાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસની
જેમ શિવસેનાની ‘એકતા’ની માગ ઊઠે તો નવાઈ નહીં. વિધાનસભાની
ચૂંટણી વખતે હવા કેવી બદલાય છે તે જોવાનું છે. ઉદ્ધવસેનાના ચૂંટાયેલા સભ્યો શિંદેના
શરણે જશે? શિંદેના ગઢમાં પણ ભાજપનો દેખાવ ઊજળો છે, આથી 2029માં એકલા ચાલો રે...નો ભાજપનો
સૂર-િમજાજ બની શકે છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સર્વોચ્ચ નેતા - શરદ પવાર મુંબઈની
ચૂંટણીથી અળગા-દૂર રહ્યા હતા પણ હવે - પરિણામ જોયા પછી અજિત પવાર સાથે સંવાદ અને સહકાર
વધે તેવી શક્યતા છે. ગમે તેમ પણ સ્થાનિક પંચાયતી ચૂંટણીમાં શરદ પવારની પ્રતિષ્ઠાને
ઘસારો લાગ્યા પછી હવે રાજકીય ભવિષ્ય બાબત ગંભીર વિચારણા કરશે. પુણે અને પિંપરી - ચિંચવડમાં
એકસાથે લડેલા કાકા-ભત્રીજાની કારી ફાવી નથી અને રાષ્ટ્રવાદીના ગઢમાં પણ ભાજપના સિંહે
ત્રાડ પાડી છે.
પાલિકાની ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં છે, જેમાં
ભાજપ અને બંને શિવસેના માટે ફાયદો અને નફામાં નુકસાન જેવું ચિત્ર ઉપસ્યું છે. શિંદેનું
વજન ધાર્યા પ્રમાણે વધ્યું નથી, તો મુંબઈમાં બળાબળ બાબતે તેમનાં લક્ષણ પારણામાં પરખાયાં
છે. ઉદ્ધવસેનાને બેઠકોનું નુકસાન થયું છે, પણ એ ભારેખમ નથી. જોકે, સત્તા વિના સેનાને
એક રાખી શકવાનો પડકાર લટકતી તલવાર જેવો છે. ભાજપનો સ્ટ્રાઈકરેટ સારો છે, પણ ચૂંટણી
પહેલાં વિવિધ પક્ષોમાંથી આયાત કરાયેલા નેતાઓને અપાયેલી ઉમેદવારીને કારણે પક્ષના કાર્યકર્તાઓમાં
ફેલાયેલો અસંતોષ મોટો પડકાર રહેશે. પુણે તથા મુંબઈ આસપાસની મહાનગરપાલિકાઓમાં થયેલી
પ્રગતિને કારણે જવાબદારી વધી છે.
રાજ ઠાકરેની મનસેને આમ પણ કોઈ ગંભીરતાથી લેતું નહોતું,
હવે બેઠકો વધી હોવા છતાં કદ ઓર ઘટÎું છે. કૉંગ્રેસની બેઠકો સતત ઘટી રહી છે છતાં આ વખતે
તેનો દેખાવ ખાસ કરીને લઘુમતી બાહુલ્ય વૉર્ડઝમાં ઉત્સાહજન રહ્યો છે. લાતુર મહાનગરપાલિકા
કૉંગ્રેસે કબજે કરી છે. જોકે, સ્થાનિક સ્તરે નેતૃત્વનો અભાવ પક્ષને કનડી રહ્યો છે.
હવે મુંબઈની સમસ્યાઓ અને વિકાસનો વિચાર અને ચર્ચા-િવચારણા
થવી જોઈએ. બીએમસી ઍક્ટ 1888માં અમલમાં આવ્યો અને સાર્વજનિક સેવાઓ અને મૅનેજમેન્ટ, પબ્લિક
હેલ્થ અને શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી. નાગરી સેવાઓમાં માર્ગ-વાહન વ્યવહાર મુખ્ય
છે. ‘બેસ્ટ’ની બસ સર્વિસ તો બીએમસીના કાનૂનથી પણ 14 વર્ષ પહેલાં
શરૂ થઈ હતી. મુંબઈના વિકાસમાં પાયાનું યોગદાન છે. હવે તેમાં તાત્કાલિક સુધારા અનિવાર્ય
છે. આ ઉપરાંત રિડેવલપમેન્ટ - બાંધકામ માટે અલગ પાણીની પાઇપલાઇન હોવી જોઈએ જેથી પેય-પીવા
યોગ્ય પાણીની અછત રહે નહીં. હવા-પાણીનાં પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સેવાઓ સુધારવાને પ્રાધાન્ય
અપાવું જોઈએ.