ગણેશોત્સવ `પ્રતિબંધ મુક્ત' કરવાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્ણયને લઈ હાલ રાજ્યભરમાં ઉત્સાહનું વાતાવરણ છે. હવે ગણેશમૂર્તિ પર ઊંચાઈની મર્યાદા નથી અને કોઈ બાંયધરી આપવાની જરૂર પણ નથી તેથી વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ઉત્સવનું મહાકાય, વિરાટ સ્વરૂપ વિશ્વને દેખાશે.
આ નિર્ણયને લઈ કાર્યકર્તાઓમાં પણ ઊર્જાનો સંચાર થયો છે. ફક્ત મુંબઈમાં 12 હજારથી અધિક ગણેશોત્સવ અને લગભગ બે હજાર... દહીંહાંડી મંડળો છે, કોરોના દરમિયાન અને પછીના વર્ષે મોટા ભાગનાં મંડળોની તિજોરીનું તળિયું દેખાતું હતું, પરંતુ આ વેળા ચૂંટણી માથે હોઈ રાજકીય પક્ષોએ આ મંડળોની આર્થિક અડચણો દૂર કરવામાં પહેલ કરી છે. આમ છતાં ધાકધમકી અને દબાણથી ઉઘરાણી અને ઉત્સવ મનાવવાના બનાવો નથી બન્યા તે આ વેળાના ગણેશોત્સવનું જમા પાસું છે.
મુંબઈનાં મોટા ભાગના ગણેશોત્સવ મંડળો શિવસેનાથી સંલગ્ન છે. બાળાસાહેબ ઠાકરે અપેક્ષિત હિન્દુત્વની ધૂરા પોતે જ સક્ષમ રીતે જાળવી રહ્યાનો સંદેશ આપતા, મંડળોને પોતાના પ્રતિ વાળવાનો પ્રયાસ ઉત્સવના માધ્યમથી શિંદે જૂથ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાને જે સાદ આપ્યો છે તેને મંડળો દ્વારા કેવો પ્રતિસાદ મળે છે. તેનો જવાબ ગણેશ મંડળના પ્રવેશદ્વાર પર કોનું પાટિયું શેર કરો -