• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ઊંધી આરતી કરતાં સલમાન ખાનને બહેને ટોક્યો

સલમાન ખાન અને તેના પરિવારે મંગળવારે દોઢ દિવસના ગણપતિના વિસર્જન પહેલાં આરતી કરી હતી. આ આરતીમાં કેટલાક ફિલ્મ કલાકારો અને નિકટના સંબંધીઓ પણ જોડાયાં હતાં. આ વરસે સલમાનના ભાઈ સોહેલના ઘરે ગણપતિનું સ્થાપન કરાયું હતું. ખાન પરિવારની ગણેશ પૂજાના કેટલાક વીડિયો વાયરલ થયા છે. આમાંથી એક ખાસ સૌના ધ્યાનમાં આવ્યો છે જેમાં સલમાન આરતી કરતો જોવા મળે છે. આ વીડિયોમાં સલમાન આરતીને ઊંધી બાજુ ફેરવતો જોવા મળે છે. આ જોઈને તેની બહેન અર્પિતાએ તેને ટોક્યો અને સીધી બાજુ આરતી ફેરવવાનું કહ્યું હતું. આથી સલમાને બહેનની વાત માનીને સ્મિત આપ્યું હતું. 

સલમાન એકદમ રફ-ટફ લૂકમાં જોવા મળે છે. તેના માથા પર ટોપી છે. સલમાને આરતી કર્યા પછી તેની કથિત ગર્લફ્રેન્ડ યુલિયાએ પણ ગણપતિની આરતી ઉતારી હતી. સોહેલ ખાનના સંતાનો તો હાજર હતા પણ તેની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહ જોવા મળી નહોતી. તેની બંને બહેનો અલવીરા અને અર્પિતા જોવા મળી હતી. ગણપતિ વિસર્જનમાં પણ સલમાન ખૂબ નાચ્યો હતો.