• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

કન્નડ કલાકાર અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર- 2024

ભારત સરકાર તરફથી 2024ના દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત કરાઈ છે. આ પુરસ્કાર કન્નડ સુપરસ્ટાર અનંત નાગને અપાશે. આ પુરસ્કાર ભારતીય સિનેમામાં આપેલા અનન્ય યોગદાન અને શાનદાર ફિલ્મી કારકિર્દી માટે અપાય છે. ભારત સરકારના સૂચના કાર્યાલયે દાદાસાહેબ ફાળકે પુરસ્કારની ઘોષણા કરી અને જણાવ્યું કે 2024 માટે અનંત નાગની પસંદગી કરાઈ છે. આ પુરસ્કાર બાવીસમી સપ્ટેમ્બરે યોજાયેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં એનાયત થશે. નોંધનયી છે કે આ વર્ષે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ દિલ્હીને બદલે ગુજરાતના એકતા નગરમાં યોજાયો છે. 

અનંત નાગ ભારતીય સિનેમાના જાણીતા કલાકાર અને રાજકારણી છે. તેમનો જન્મ 1948ની ચોથી સપ્ટેમ્બરે થયો છે. તેણે 300થી અધિક ફિલ્મોમાં અભિનય કર્યો છે. માત્ર કન્નડ જ નહીં પણ હિન્દી, મલયાલમ, તેલુગુ, મરાઠી અને તામિલ સિનેમામાં પણ અભિનય ક્ષમતા ઝળકાવી છે. તેમણે મુંગારુ માલે, ગૌરી ગણેશા, મંથન, કેજીએફ ચેપ્ટર વન અને ટુ, ગોધી બન્ના સાધારણ માયકટ્ટુ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.