• મંગળવાર, 06 જૂન, 2023

પ્રતીક ગાંધીની `વ્હાલમ જાઓને' જિયો સિનેમા પર   

પ્રતીક ગાંધી અભિનીત વ્હાલમ જાઓનેનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર જિયો સિનેમા પર થયું છે. આ ફિલ્મમાં પ્રતીકની સાથે દીક્ષા જોળી, ટિકુ તલસાણિયા, જયેશ મોરે, કિંજલ પંડયા અને પ્રતાપ સચદેવ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં ટેલેન્ટેડ અને આશાસ્પદ સંગીતકારના જીવનની વાત છે. તે લાગણીઓના ઉછતાર-ચડાવમાંથી પસાર થાય છે અને પ્રેમ વિશેનો તેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. 

વ્હાલમ જાઓનેમાં અભિનેતા પ્રતીક સુમિત ગાંધીની ભૂમિકા ભજવે છે જે ફેશન ડિઝાઈનર રીનાના પ્રેમમાં પડે છે.  રીના અભિનેતા રણવીર સિંહની સ્ટાઈલિસ્ટ બનવાના સપનાં જોતી હોય છે. સુમિત રીના વિનાના જીવનની કલ્પના કરી શકતો નથી. પરંતુ રીનાના ધનાઢય એનઆરઆઈ પિતાનો પ્રવેશ થતાં જ સુમિતનું જીવન અને દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. 

પ્રતીકે જણાવ્યું હતું કે, જયારે મને સુમિતની ભૂમિકા અૉફર કરવામાં આવી ત્યારે મને તે ખાસ ગમી નહોતી. આમ છતાં માતૃભાષામાં હોવાથી મેં સ્વીકારી હતી. શૂટિંગ દરમિયાન અમે ખૂબ ધામલ કરી હતી. પ્રેક્ષકોને ફિલ્મ ગમી તે જાણીને આનંદ થયો હતો.