ફોટો મોકલાવો, 500 રૂપિયામાં કુંભ સ્નાન
યશ રાવલ તરફથી
મુંબઈ, તા.13 : 144 વર્ષ બાદ પવિત્ર મહાકુંભનો યોગ બન્યો છે અને ભક્તોનું મહેરામણ ત્યાં જઇ અમૃતસ્નાનનો લહાવો લઇ રહ્યો છે, પરંતુ કુંભના નામે રોકડી કરનારાઓ પણ તૈયાર જ બેઠા છે અને તે પણ મુંબઈમાં. ફક્ત પાંચસો રૂપિયામાં તમને કુંભ સ્નાન કરાવી દૈવીય આશીર્વાદ, પિતૃઓની તૃપ્તી અને પાપોથી મુક્તિ.....