રાજ્યમાં હાલ બારમા ધોરણની બોર્ડ પરીક્ષા ચાલુ છે. ટૂંકમાં જ દસમા ધોરણની પરીક્ષા શરૂ થશે. આ નિમિત્તે પરીક્ષામાં કૉપી ન થાય તે માટે અનેક ઉપાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આમ છતાં કૉપીના કેસમાં ઘટાડો થવાનું જોવા મળતું નથી, અટકતી નથી, કેટલાંક પરીક્ષા કેન્દ્ર પર સામૂહિક કૉપી થતી હોવાથી જ આ કેન્દ્રોને જ પરીક્ષા કેન્દ્ર તરીકે બાકાત કરી દેવામાં આવ્યાં છે.
અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ
કૉપી કરવા માટે નવી નવી રીત અજમાવતા હોય છે, બિહાર જેવાં રાજ્યોમાં તો કૉપી કરાવવાનો
આખો ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે. કૉપી કરીને પાસ થનારા વિદ્યાર્થીઓ આવતી કાલના ભારતનું
ભવિષ્ય છે, એમ કંઈ રીતે કહી શકાય? વર્ષભર વિદ્યાર્થીઓ શાળા-કૉલેજોમાં શું કરે છે? શિક્ષક
તેઓના અભ્યાસ અંગે ગંભીર હોય છે? એ શિક્ષક ગંભીરપણે શીખવતા હોય તો વિદ્યાર્થીઓ પણ ગંભીરતાથી
અભ્યાસ કરવાના હોય તો વિદ્યાર્થીઓને કોપી કરવાની આવશ્યક્તા શા માટે પડે છે? આવી કૉપી
કરનારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેઓને આપવી પડતી પ્રવેશ પરીક્ષામાં કેવી રીતે ટકી શકશે?
સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધા પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ કેવી રીતે ટકશે?
દેશમાં આજે બેરોજગાર યુવાનોની
સંખ્યા કરોડોની અંદર છે. નોકરીની એક ખાલી જગ્યા પૂરવા માટે મગાવાયેલી અરજીના જવાબમાં
હજારો યુવાનોની અરજીઓ આવી પડે છે. સ્વયં રોજગાર માટે તો પરિશ્રમ કરવો પડતો હોય છે,
તે માટે કટિબદ્ધતા દાખવવી પડતી હોય છે, સમર્પણનો ભાવ હોવો જોઈએ, આત્મવિશ્વાસ પણ જોઈએ.
આ બધા ગુણ જો પરીક્ષા આપતી વેળા અંગીકાર ન કર્યા હોય તો ભવિષ્યમાં પણ ક્યાંથી આવવાના
છે? આવું જો થવાનું ન હોય તો બેરોજગાર ફોજનું ભરણપોષણ કરે કોણ? એ મોટો પ્રશ્ન છે.
પરીક્ષામાં કૉપી કરવી અને
અન્ય ગેરમાર્ગનો ઉપયોગ કરીને સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની પેઢી ઘડવા પાછળ આપણે
કેમ લાગ્યા છીએ? લક્ષ્ય પ્રાપ્તિ એટલે પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કૉપીરૂપી
શોર્ટકર્ટ અપનાવવામાં આવે છે, આ માટે જવાબદાર કોણ? દર વર્ષે આ પ્રશ્ન ઊભો થાય છે, આમાં
શિક્ષણની અધોગતિ તો થાય છે, પણ પ્રશ્નનો જવાબ સાપડતો નથી. સરકારે હવે કૉપી પ્રતિ કોઈ
અસરકારક ઉપાય શોધવો જ રહ્યો.