• બુધવાર, 12 માર્ચ, 2025

અબુ આઝમી સજાને પાત્ર!

વિધાનમંડળના બજેટ સત્રના પહેલા દિવસે જ વિધાનભવન ઔરંગઝેબના ગુણગાન કરનાર સમાજવાદી પક્ષના સભ્ય અબુ આઝમી વિરુદ્ધ વિધાનસભાએ હાલના સત્ર માટે તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો છે. જોકે, સમાજનો એક મોટો વર્ગ અબુ આઝમીને થયેલી શિક્ષા ઓછી જણાઈ રહી હોવાથી વધુ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

``ઔરંગઝેબ વિષે કરેલું વક્તવ્ય એક રાજકીય મુદ્દો બન્યો હોવાથી છત્રપતિ શિવાજી મહારાજ અથવા સંભાજી મહારાજ વિષે કોઈ પણ અપમાનજનક ટિપ્પણ નથી કરી. પરંતુ આમ છતાં કોઈની લાગણી મારા વક્તવ્યના કારણે દુભાઈ હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું'' એવું માફીનામું સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીએ પ્રસિદ્ધ કર્યું છે. અબુ આઝમીએ વિધાનમંડળના પરિસરમાં કહ્યું કે, ઔરંગઝેબ ઉત્તમ વહીવટકર્તા હતા, તેમનું સામ્રાજ્ય અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ સુધી પ્રસર્યુ હતું. સંભાજી મહારાજ સાથે ઔરંગઝેબને ધર્મનું નહીં, રાજકીય વૈમનસ્ય હતું એવું વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું.

અબુ આઝમીએ `છાવા' ફિલ્મ જોઈ નથી લાગતી. જો જોઈ હોત તો ઔરંગઝેબ વિશે સ્તુતિ કરવાની હિંમત ન થઈ હોત. જેમણે આ ફિલ્મ જોઈ છે તેઓ સ્વપ્નમાં પણ ઔરંગઝેબ બદલ ગૌરવના ઉદ્ગાર કાઢે નહીં. લોકપ્રતિનિધિનું કવચ ધારણ કરનાર અબુ આઝમીએ વિધાનમંડળના પરિસરમાં જ ઔરંગઝેબની પ્રશંસા કરી તે દિવસ સમસ્ત મરાઠી નહીં, હિન્દુઓ માટે કાળો દિવસ ઠરવો જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આઝમી પર દેશદ્રોહનો ગુનો નોંધવાની માગ ઉચિત જ છે. ઔરંગઝેબ હિટલર કરતાં પણ મોટો ક્રૂર શાસક હતો. તેણે ફક્ત સિંહાસન મેળવવા માટે પોતાના પિતાને આયુષ્યના અંત સુધી જેલમાં રાખ્યા અને તડપાવ્યા હતા. પોતાના ત્રણ સગા ભાઈઓની હત્યા કરી હતી. એટલું જ નહીં, પોતાની સત્તાને પડકારનાર ખુદનાં સંતાનોને આજન્મ જેલમાં નાખ્યા કે જીવ બચાવવા ભારતભરમાં રખડપટ્ટી કરવા લાચાર કર્યા. ઔરંગઝેબે શીખોના સર્વોચ્ચ ગુરુની ફક્ત હત્યા જ નહોતી કરી, પણ અસહ્ય યાતના આપીને ઠાર કર્યા હતા. હિન્દુઓનાં આરાધ્ય દેવતાઓનાં હજારો મંદિરો ધ્વસ્ત કર્યાં અને તેની જગ્યાએ મસ્જિદો ઊભી કરી. હિન્દુઓને તેમની ભૂમિ પર જીવવા `જજીયા કર' ભરવો પડતો હતો. ધર્માંતરણમાં હજારો હિન્દુઓની હત્યા કરી. આવી નરાધમ વ્યક્તિ કોઈને મહાન લાગતી હોય તો તેની સડેલી માનસિકતાને ઉપચારની તાતી આવશ્યક્તા છે.

અબુ આઝમીએ જે નિવેદન કર્યું હતું તે નહોતું કરવું જોઈતું. તેઓ ઔરંગઝેબને મહાન માનતા હોય તો તેમને તેવો વ્યક્તિગત મત રાખવાનો અધિકાર છે, પણ તેમણે આ વ્યક્તિગત મત જાહેરમાં વ્યક્ત કરવો એ મહારાષ્ટ્રનું અપમાન જ છે! વક્તવ્યને લઈ ભારે વિવાદ ઊભો થશે તેની તેમને જાણ હોવી જ જોઈએ. આમ છતાં તેમ કરવાની હિંમત તેઓ કરી શક્યા. એઁમણે આવું વિધાન કરીને સારું જ કર્યું છે, કારણ કે તેમની જિહાદી માનસિકતાનો પર્દાફાશ થયો છે. હવે ઔરંગઝેબ બાબત કરેલાં વિધાનો પાછાં ખેંચ્યા હોવા છતાં તેને લઈ કંઈ ફરક નથી પડતો. તેમનો હેતુ સાધ્ય થયો જ છે. આવા નેતા મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય હોય તે એ રાજ્ય માટે શરમજનક કહેવાય. રાજ્યમાં હિન્દુત્વવાદી વિચારોની સરકાર સત્તા પર છે. તેને લઈ અબુ આઝમી પર રાજ્યમાં સામાજિક સૌહાર્દ બગાડવા, હિન્દુદ્વેષીઓ અને જુલમી મોગલ શાસકના ઈતિહાસને તોડી-મરોડી રજૂ કરવાના આરોપસર કાર્યવાહી કરીને ભવિષ્યમાં આવું ઉદ્ધતાઇપણું ફરી કોઈ કરે નહીં તેવું ઉદાહરણ બેસાડવું જોઈએ.