વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર કાયમ આગળ હોય છે, છેલ્લાં દસ વર્ષમાં રોકાણનો વિક્રમ તૂટી ગયો છે. રાજ્યમાં છેલ્લા નવ મહિનામાં આશરે રૂપિયા એક લાખ 39 હજાર 434 કરોડ જેટલું વિદેશી રોકાણ આવ્યું છે એવી માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે. કેન્દ્ર સરકારના ડીપીઆઈઆઈટીએ વિદેશી રોકાણનો ડિસેમ્બર 2024નો અહેવાલ હાલમાં જ જાહેર કર્યો છે. મહાયુતિની સરકારના કાર્યકાળમાં રાજ્યમાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ શા માટે આવ્યું એ જાણવું પણ રસપ્રદ થઈ પડે એમ છે.
સરકારની નીતિ સ્થિર હોય તો જ રોકાણદારો રોકાણ કરવા
પ્રેરાતા હોય છે. મહાયુતિ સરકારને લઈ રાજકીય સ્થિરતા છે. જનતાએ મહાયુતિ સરકાર પર વિશ્વાસ
કાયમ રાખતાં તેને ફરી વિક્રમી સરસાઈથી ચૂંટી કાઢી છે. મહારાષ્ટ્ર સરકારે રોકાણકારો
માટે અનેક સુધાર કર્યા છે. `ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ' પર ભાર મૂક્યો છે. આના પગલે વિવિધ
પ્રક્રિયાઓ ઝડપી ગતિથી થાય છે. મૂળભૂત સુવિધા પર ભાર મૂક્યો છે. જેમાં રસ્તા, રેલવે
અને ઊર્જા જેવી સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સારી મૂળભૂત અને માળખાકીય
સુવિધાઓને પગલે રોકાણદારોને આકર્ષિત કરવું સરખામણીએ સરળ બને છે.
કેટલાંક વિશિષ્ટ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા નીતિગત
નિર્ણયો લીધા છે, જેમ કે માહિતી - તંત્રજ્ઞાન, ઉત્પાદન અને નવીનીકરણ ઊર્જા, આના પગલે
વિશિષ્ટ ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક સ્તર પર વિવિધ પરિષદોમાં અને ચર્ચાસત્રોમાં,
રાજ્યનું ઉત્તમ રીતે પ્રતિનિધિત્વ કર્યું છે. આ માધ્યમથી મહારાષ્ટ્રનું ચિત્ર રોકાણ
અનુકૂળ રાજ્ય તરીકે ઊભું કરવામાં સફળતા મળી છે. જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. મહાયુતિ
સરકારે શાસનના કારભારમાં વધુ પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ જ રોકાણકારોને
મદદ કરવા માટે એક વિશેષ સેલ બનાવ્યું છે. જેના કારણે આવશ્યક માહિતી અને માર્ગદર્શન
એક જ સ્થળેથી મળી શકે. આ બધાં કારણોને લઈ મહાયુતિના કાળમાં મહારાષ્ટ્ર વિક્રમી વિદેશી
રોકાણ આકર્ષિત કરવામાં સફળ ઠર્યું છે.
મહાયુતિના કાળમાં, રાજ્યમાં ઉદ્યોગોમાં વધારો થયો
છે. તેમ જ સ્થાનિક વિકાસને ગતિ મળી છે. રાજ્યએ વિદેશી રોકાણ તેમ જ જીએસટી સંગ્રહમાં
ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. તેને લઈ રાજ્યનો આર્થિક વધારો તેમ જ ઔદ્યોગિક વિકાસની ગતિ
વધી છે. મહારાષ્ટ્રએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી રોકાણમાં પ્રથમ સ્થાન મેળવ્યું
છે. મહારાષ્ટ્રની ઉદ્યોગનીતિને લઈ માહિતી તંત્રજ્ઞાન, બાયો ટેક્નૉલૉજી, અૉટોમોબાઈલ
ફિનટેક જેવાં ક્ષેત્રોમાં દિગ્ગજ કંપનીઓનું રોકાણ વધ્યું છે તેને લઈ રાજ્યની આર્થિક
સ્થિરતા અને વિકાસને વેગ મળ્યો છે. ઉદ્યોગો વધારવાની સાથે, સ્થાનિક રોજગાર નિર્માણ
કરવામાં મદદ મળી છે.