• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

આંદોલન જીવંત રાખવાની તજવીજ

ભારતીય કોક્રોચ પાર્ટી અને રાજકીય નેતાઓ ગમે તે રીતે અને ભોગે આંદોલન જીવંત રાખવા માગે છે! અભિજિત દીપકે શાળાઓમાં અને નેતાઓ રાજકારણમાં... તમામ રાજકીય પક્ષો હવે યુવાપેઢી - જેન-ઝીની શક્તિને સ્વીકારે છે, પણ વિરોધ પક્ષો તો તેમના નામે પોતાનો રોટલો શેકવા અને સરકાર પર દબાણ લાવવાનો દાવ ખેલી રહ્યા છે. ખભે બંદૂક રાખવા મળી છે તો આડેધડ ગોળીબાર કરી લો.

સુપ્રીમ કોર્ટે સમિતિ નીમી હોવા છતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દિલ્હી પોલીસે દેખાવકારો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો તેના પુરાવારૂપે એક યુવાનને લઈને સંસદ માર્ગના પોલીસમથકે ગયા અને એફઆઈઆર નોંધવાની માગણી કરી. એમની સાથે પ્રિયંકા વડરા પણ જોડાયાં. જ્યાં સુધી ફરિયાદ નોંધાશે નહીં ત્યાં સુધી અમે પોલીસમથકમાંથી બહાર નહીં જઈએ, એમ કહીને ધરણાં શરૂ કર્યાં. આખરે વધુ રાજકીય તમાશો થાય નહીં તે માટે ગૃહખાતાની સૂચનાથી ફરિયાદ નોંધવામાં આવી. રાહુલ ગાંધીએ અમિત શાહ અને ગૃહ સચિવ સામે ફરિયાદ નોંધાવીને `અમારો વિજય થયો'ની જાહેરાત કરી...

સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસની પણ ફરિયાદ સાંભળશે એવી ખાતરી આપવામાં આવી છે છતાં તપાસ સમિતિને અવગણીને પોલીસમથકે ફરજિયાત ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ સમિતિ ઉપર વિશ્વાસ નથી? સુપ્રીમ કોર્ટ ધારે તો કહી શકે છે કે નેતાઓ ડાયરેક્ટ ઍક્શનમાં હોય તો અમારી શી જરૂર? પણ રાજકીય નેતાઓ અને ન્યાયમૂર્તિઓ વચ્ચે ફરક છે - જવાબદારી અને બેજવાબદારીનો! કૉંગ્રેસને તો છીંડું શોધતાં આખે-આખો રાજમાર્ગ મળી ગયો છે.

બીજી બાજુ જેન-ઝીના નામે કોક્રોચ પાર્ટીના કેટલાક નેતાઓ રાજસ્થાનના એક ગામમાં તપાસ કરવા ગયા. ભેંસના તબેલામાં વિદ્યાર્થીઓ બેઠા હતા, કારણ કે એમની શાળાનું મકાન ભંગાર હતું. તૂટી પડવાની શક્યતા હતી તેથી કામચલાઉ વ્યવસ્થા થઈ હતી. પણ કોક્રોચ - અહીં ગંદકી ભ્રષ્ટાચાર સૂંઘીને આવ્યા ત્યારે ગામલોકોએ મારીને ભગાડયા. ગામને બદનામ કરવા નહીં દેવાય એવો ખુલાસો થયો. સીજેપીનો દાવો છે કે, અમને મારી ભગાડનારા ભાજપના કાર્યકર્તાઓ હતા. જોકે, હવે સામસામી એફઆઈઆર, ડેડલાઇન અને દાવા-પ્રતિદાવાનો દોર ચાલશે. રાજસ્થાનમાં 611 શાળાઓ ઇમારત વિનાની છે, એવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે. ભાજપ પર ફરી ઠીકરું ફોડવાનો પ્રયાસ શરૂ થયો છે, પણ રાજ્યમાં કૉંગ્રેસની સરકાર હતી અને તેમનું પાપ છે.

હવે અભિજિત દીપકે કહે છે - લોકો સામે કાનૂની પગલાં નહીં લેવાય તો ફરીથી જંતરમંતર થશે! ઝારખંડ મુદ્દે મૌન સેવનાર કોક્રોચે ભાજપ શાસિત રાજ્યમાં માથું ઊંચક્યું છે