• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સુરતના કાપડ વેપારીઓના ફસાયેલા રૂા. 50 કરોડના પેમેન્ટ છૂટાં થયાં  

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 17 : ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ (ફોસ્ટા)માં નવા પદાધિકારીઓની વરણી થયા બાદ વેપારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવાનો ધમધમાટ વધ્યો છે. અત્યાર સુધી વેપારીઓના ફસાયેલા પેમેન્ટના કોયડાને ઉકેલવા માટે કોઈ આગળ આવતું હોવાનું મ્હેણું ફોસ્ટાની નવી ટીમે ભાંગવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ફોસ્ટાની નવી ટીમને સફળતા મળી છે. દોઢ માસમાં ફોસ્ટાને મળેલી 250 ફરિયાદોમાંથી ઘણી ખરી ફરિયાદ ઉકેલવામાં આવી છે. અંદાજે રૂા. 50 કરોડથી વધુનું વેપારીઓનું ફસાયેલું પેમેન્ટ ફોસ્ટાની મહેનતથી છુટું થયું છે.  

પ્રમુખ કૈલાશ હાકિમે એક મુલાકાતમાં કહ્યું હતું કે, કાપડના વેપારીઓની અનેક સમસ્યાઓ છે. મોટાભાગની સમસ્યાઓનું મૂળ આર્થિક છે. કોરોના મહામારી બાદથી પેમેન્ટની સાઈકલ ખરાબે ચઢી છે. વેપારીઓના ફસાયેલા પેમેન્ટને મામલે અમને ઘણી ફરિયાદો મળી છે. અંદાજે 250 જેટલી ફરિયાદોમાંથી અમે મોટાભાગની ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. અમે કાપડના 70 હજાર વેપારીઓને અપીલ કરીએ છીએ રેફરન્સના આધારે વેપાર કરો. તેમજ રેફરન્સ મળ્યા પછી પણ વેપારીઓની ચકાસણી કરવી આવશ્યક છે.  

તેઓ ઉમેરે છે કે, અમે વેપારીઓના પેમેન્ટ છૂટા થાય તેને લઈને બે કોર ટીમ બનાવી છે. જે સતત મોનિટરીંગ કરે છે. અમારો પ્રયાસ