• શુક્રવાર, 29 માર્ચ, 2024

એટીએમમાં ચોરીની રીત જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ  

15 મિનિટમાં રૂા. 19 લાખ ગુમ! 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : વસઇમાં રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમની તોડફોડ કરીને ચોરે માત્ર 15 મિનિટમાં રૂા. 19 લાખની લૂંટ કરી ફરાર થયા છે. રવિવારે સવારે બનેલી ઘટનામાં ચાર ચોરોનો સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અધિકારીએ જણાવ્યું હતું કે વસઇ પૂર્વમાં આવેલા ગોલાણી નાકાસ્થિત ડીપ ટાવર ઇમારતમાં દુકાન ક્રમાંક 13માં આવેલા સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના એટીએમમાં રવિવારે સવારે 3.15 વાગ્યે લગભગ ચાર જણ એટીએમમાં ઘૂસ્યાં હતાં અને એટીએમ ખોલ્યું હતું. ચોર માત્ર 15 મિનિટમાં રૂા. 19 લાખની લૂંટ કરીને ફરાર થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે એટીએમમાં ચોરી થયાની જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. એટીએમમાં ત્રણ ચોર હતા, ચોથો ચોર શટર પાડીને બહાર નજર રાખી રહ્યો હતો. ચોરે એટીએમ કિયોસ્કમાંના કલોઝ સર્કિટ ટેલિવિઝન કૅમેરા સાથે પણ ચેડાં કર્યા હતા. ફૂટેજમાં એક ચોર કૅમેરો બંધ કરવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. કેશ બોકસ ખોલવા માટે ગૅસ કટરનો ઉપયોગ થયો હતો. ચોર ગૅસ કટર ઉપરાંત હાથમોજા, ચાકુ અને ક્રુ ડ્રાઈવર લાવ્યા હતા. પોલીસે આ મામલે ચાર અજ્ઞાત વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક