• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

બીએસએફે અમૃતસર પાસે ફરી ડ્રોન તોડી પાડયું   

અમૃતસર, તા. 5 : અૃમતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદે ફરી એક વખત પાકિસ્તાની તસ્કરોએ ડ્રોન મારફતે ઘૂસણખોરી કરી હતી. બીએસએફના સચેત જવાનોએ આ ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. જવાનોએ સર્ચ બાદ ડ્રોનને કબજામાં લીધું છે. આ ડ્રોન સાથે હેરોઇનની એક ખેપ પણ બાંધેલી હતી. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 21 કરોડ રૂપિયા આસપાસ આંકવામાં આવી છે.