• શનિવાર, 13 એપ્રિલ, 2024

ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવવા માંડી ભારતીય ઍપ્સ   

નવી દિલ્હી, તા.1: એન્ડ્રોઈડ ફોન માટે એપ ડાઉનલોડ કરવાનો સૌથી પ્રચલિત વિકલ્પ ગૂગલ પ્લે સ્ટોર છે અને હવે ગૂગલે આમાંથી ભારતીય એપ્સ હટાવવા માંડી છે. આટલું નહીં ડઝનબંધ ભારતીય એપ્સને ચેતવણી પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, જો તત્કાળ તેમનાં દ્વારા ગૂગલનાં નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમને પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવશે.

જો કે, જેને ચેતવણી આપવામાં આવી છે તે એકેય બ્રાન્ડનાં નામ ગૂગલ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા પણ તેની બ્લોગ પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે એપ્સ તેની પોલિસીનું ઉલ્લંઘન કરતી રહેશે તેને હટાવી દેવામાં આવશે. કાર્યવાહી બિલિંગ સંબંધિત નિયમોના ભંગ સબબ કરવામાં આવી રહી છે. જો કે ગૂગલની કાર્યવાહી સામે ભારતીય ટેક કંપનીઓમાં ભારે નારાજગી અને નાખુશી જોવા મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ