• બુધવાર, 29 નવેમ્બર, 2023

ભારતે ગાઝામાં 32 ટન સામગ્રીની સહાય મોકલી

નવી દિલ્હી, તા. 19 : ઈઝરાયલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ભારતે રવિવારે ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતાની બીજી ખેપ મોકલી હતી. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સેનાએ સૌથી વધારે હુમલા કર્યા છે. ગાઝામાં મૃતકોની સંખ્યા 12 હજારથી વધારે થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પેલેસ્ટાઇનમાં લોકોને માનવીય સહાયતા જારી રાખવામાં આવશે. 

વિદેશ મંત્રી એસ જયશંકરે જાણકારી આપી હતી કે ભારતનું બીજુ વિમાન એમસીસી સી17 32 ટન સહાયતા લઈને ઇજિપ્તના અલ અરિસ એરપોર્ટ માટે રવાના થયું છે. અલ અરિશ એરપોર્ટથી ગાઝાની દૂરી લગભગ 45 કિમી જેટલી છે.

અહિંયા રહેલું રાફા ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા મોકલવા માટેનું એકમાત્ર ક્રોસિંગ પોઇન્ટ છે. આ પહેલા 22મી ઓક્ટોબરના રોજ ભારતે પેલેસ્ટાઇનની મદદ માટે પહેલી ખેપ મોકલી હતી. જેમાં 6.5 ટન ચિકિત્સા સહાય, 35 ટન રાહત સામગ્રી વગેરે સામેલ હતા.