• સોમવાર, 04 માર્ચ, 2024

ત્રણ દેશ શક્તિશાળી ભૂકંપથી ધ્રૂજ્યા

પાપુઆ ન્યૂગિનીમાં 6.5, ચીનમાં 5.0 અને પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાના આંચકા

નવી દિલ્હી, તા. 28 : આજે સવારે ત્રણ દેશમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતાં ભય ફેલાયો હતો. પાપુઆ ન્યુગિની, ચીન અને પાકિસ્તાનમાં સવારે 6.5 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપનાં આંચકા કિનારાથી લગભગ 20 કિ.મી. દૂર પ્રશાંત દ્વીપના પૂર્વીય સેપિક પ્રાંતની રાજધાની વેવાક શહેરથી દૂર અનુભવાયા હતા.

ચીનનાં જિજાંગમાં 5.0 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. બીજી તરફ પાકિસ્તાનમાં લોકોને 4.3 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જો કે, કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. 

પાકિસ્તાનમાં સવારે 3.38 મિનિટે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, જ્યારે ચીન અને પાપુઆ ન્યૂગિનીમાં 3.45 અને 3.16 વાગ્યે આંચકા જણાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નેપાળમાં લગભગ 157 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતા.