• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`ભાભીજી ઘર પર હૈ'માં ભૂત ભૂગોળ અને હાસ્ય  

ઍન્ડ ટીવી પરથી પ્રસારિત થતી કૉમેડી સિરિયલ ભાભઈજી ઘર પર હૈમાં વર્તમાન ટ્રેકમાં મનમોહન તિવારીમાં ભૂત આવી ગયું છે. આથી તેમાં ભૂત ભૂગોળ અને હાસ્યનો સમન્વય જોવા મળે છે. મનમોહન તિવારીની ભૂમિકા ભજવતા રોહિતાશ ગોરે જણાવ્યું હતું કે, મનમોહનમાં ભૂત ઘૂસી જતાં તે વિચિત્ર વર્તન કરતો જોવા મળે છે. મનમોહન, અંગુરી, અનિતા અને વિભૂતિ જે કૉલેજમાં આશ્રય લે છે ત્યાં બાલ મુકુંદ ઝાડેશ્વરના ભૂત માટે મનમોહનનું શરીર સાધન બની જાય છે. ઝાડેશ્વર અનિતા અને વિભૂતિનો કલાસમેટ હોય છે અને તેણે આત્મહત્યા કરી હોય છે. અણધારી રીતે મનમોહનના દેખાવમાં ફરક આવે છે. યોગાનુયોગ મૉડર્ન કૉલોનીના રહેવાસીઓના વાળ ખરવાનું શરૂ થાય છે. તેઓ આ ઘટનાને બાલમુકુંદના મૃત્યુ સાથે જોડે છે અને તેમાંથી જે હાસ્યાસ્પદ સ્થિતિ નિષ્પન્ન થાય છે તે જોવા જેવી છે. 

આ દૃશ્યના શૂટિંગ વિશે વાત કરતાં રોહિતાશે જણાવ્યું હતું કે, કલાકાર તરીકે આવા દૃશ્યોના પરફૉર્મન્સમાં અભિનય ક્ષમતા દર્શાવવાની તક મળે છે. કોઈને ડરાવવું મુશ્કેલ હોય છે. વળી ડરાવવા સાથે હસાવવાનું વધુ મુશ્કેલ હોય છે. વાળ અને મેકઅપથી હું ભૂતિયા બાલમુકુંદ ઝાડેશ્વરના પાત્રમાં ઢળી ગયો હતો. શુભાંગી અને વિદિશાને મારા બિહામણો દેખાવ રોમાંચક લાગતો હતો.